અયોધ્યામાં 25 લાખથી વધુ માટીના દીવા અને 1,121 વેદાચાર્યો દ્વારા એકસાથે આરતીના બે રેકોર્ડ નોંધાયા
અયોધ્યામાં 25 લાખથી વધુ માટીના દીવા અને 1,121 વેદાચાર્યો દ્વારા એકસાથે આરતીના બે રેકોર્ડ નોંધાયા
Blog Article
અયોધ્યામાં દિવાળીની પૂર્વસંધ્યાએ આશરે 25 લાખ દીવા પ્રગટાવીને ભવ્યાતિભવ્ય દીપોત્સવની ઉજવણી કરાઈ હતી અને આ સાથે બે નવા ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ પણ નોંધાયા હતા. રામ નગરીમાં 25 લાખથી વધુ માટીના દીવાઓ એકસાથે પ્રગટાવવાનો અને 1,121 વેદાચાર્યો દ્વારા એક સાથે આરતીના બે રેકોર્ડ થયા હતાં. બુધવારે અયોધ્યામાં સતત આઠમી વાર દીપોત્સવની ઉજવણી થઈ હતી, પરંતુ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછીનો આ પ્રથમ દીપોત્સવ હોવાથી તેનું વિશેષ મહત્ત્વ હતું. ભગવાન રામને આવકારવા માટે સમગ્ર શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.
સરયુ નદીના 55 ઘાટ પર 25 લાખથી દીવા પ્રગટાવવામાં આવ્યા હતાં. રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે નદીના કિનારે વિશેષ આરતી થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે સ્થાનિક કારીગરો પાસેથી 28 લાખ દીવા મંગાવ્યા હતાં, જેથી તેઓ કોઈપણ કારણસર તેમાંથી 10 ટકા ઓછી ગણતરી થાય તો 25 લાખનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય. લોકો આ દિવ્ય ઉત્સવને લાઈવ જોઈ શકે તે માટે ઘાટ પર 40 જમ્બો એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે અયોધ્યામાં આવેલું પરિવર્તન ડબલ-એન્જિન સરકાર તેના વચનનું પાલન કરે છે તેનો પુરાવો છે તથા કાશી અને મથુરામાં પણ આવું જ પરિવર્તન થવું જોઈએ. આ ઐતિહાસિક પ્રસંગ છે, કારણ કે 500 વર્ષ પછી ભગવાન રામ હવે દિવાળીએ અયોધ્યામાં તેમના સ્થાને બિરાજમાન છે. આ માત્ર શરૂઆત છે અને આ શરૂઆત તેના તાર્કિક નિષ્કર્ષ પર પહોંચવાની છે. તેથી 2047 સુધીમાં દેશ તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે કાશી અને મથુરા પણ અયોધ્યાની જેમ ઝળહળી ઉઠશે.